Description
માણસ સામાજિક પ્રાણી છે અને માનવજાતે આજ સુધી જે કોઈ પ્રગતિ કરી છે તે માનવજાતનાં સહિયારા પ્રયાસોનું પરિણામ છે. આ ‘સહિયારી કામગીરી’ એટલે ટીમવર્ક. કોઈપણ કંપની કે સંસ્થા ટીમવર્ક વગર પોતાનો ધ્યેય પ્રાપ્ત કરી શકે નહીં. આ પુસ્તકમાં અંગ્રેજીમાં ટીમવર્ક પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.
આ પુસ્તકમાં પેટ્રિક લેન્સીઓનીનાં ટીમવર્ક પરના ત્રણ પુસ્તકોનો વિચારસાર આપવામાં આવ્યો છે. પેટ્રિક લેન્સીઓનીનું પુસ્તક ‘ધ ફાઈવ ડાઈફંક્શન્સ ઓફ એ ટીમ’ ટીમવર્કનું બાઈબલ સમાન પુસ્તક ગણાય છે. આ પુસ્તક ઉપરાંત પેટ્રિકનાં વિશ્વપ્રસિદ્ધ અન્ય બે પુસ્તકોની ચર્ચા પણ આ પુસ્તકમાં કરવામાં આવી છે સાથે જ્હોન સી. મેક્સવેલ, માર્ક મિલર અને પીટર હોકિન્સ જેવા વિશ્વપ્રસિદ્ધ લેખકોના ટીમવર્ક પરના પુસ્તકોનો વિચારસાર સમાવવામાં આવ્યો છે. બે વ્યક્તિથી માંડીને હજારોની ટીમ ઊભી કરવામાં અને તેને જાળવી રાખવામાં આ પુસ્તક માર્ગદર્શક સાબિત થશે.
Reviews
There are no reviews yet.