શ્રીરામ એકાવન

160.00

ભગવાન શ્રીરામનાં ૫૧ પાવક પ્રસંગો

Description

આ પુસ્તકમાં ભગવાન શ્રીરામનાં જીવનના 51 પાવક પ્રસંગોને અબાલવૃદ્ધ કોઈપણ માણી શકે તે રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે ભગવાન શ્રીરામનાં જીવનના જાણીતા પ્રસંગોમાં પણ કેટલીક અજાણી માહિતી આપવામાં આવી છે, તો સાથે ભગવાન શ્રીરામનાં જીવનના ઓછા જાણીતા પ્રસંગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પુસ્તકના લેખન માટે વાલ્મીકિ રામાયણ, તુલસીકૃત રામાયણ ઉપરાંત વાયુ, વિષ્ણુ, કુર્મ, સ્કંદ, ભાગવત, અગ્નિ, ભવિષ્ય, બ્રહ્મ, બ્રહ્મવૈવર્ત, નારાયણ, નારદીય, દેવીભાગવત, મહાભાગવત, વિષ્ણુ અને ખાસ તો પદ્મપુરાણમાં રજૂ થયેલાં ભગવાન શ્રીરામનાં જીવનના દિવ્ય પ્રસંગોને ટૂંકમાં છતાં પૂરતી વિગતો સાથે આલેખવામાં આવ્યાં છે. પ્રસંગો એ રીતે રજૂ કરવામાં આવ્યા છે કે મોટાભાગની વાર્તાઓ બાળકોને પણ વાંચીને સંભળાવી શકાય. નવી પેઢીને ભગવાન શ્રીરામ વિશે વાર્તાઓ કહેવી હોય તો આપણી યાદશક્તિમાં જેટલી સચવાયેલી હોય તેટલી જ વાતો કહી શકીએ, જ્યારે આ પુસ્તક બાળકોને ભગવાન શ્રીરામના જીવનનાં પ્રસંગો વર્ણવવા માટે હાથવગું બની રહે તેમ છે. પુસ્તકમાં ભગવાન શ્રીરામનાં પરાક્રમો અને લીલાઓ છે, સાથે ઉપદેશ પણ વાર્તાના ભાગરૂપે જ એકદમ સરળતાથી વણી લેવામાં આવ્યો છે. પુસ્તકને શ્રીરામનાં વિવિધ સ્વરૂપોનાં ચિત્રોથી સજાવવામાં પણ આવ્યું છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “શ્રીરામ એકાવન”

Your email address will not be published. Required fields are marked *