Description
વિશ્વને બદલી નાખનાર 101 શોધખોળોનું આ પુસ્તક એટલે વિવિધ અનોખા આવિષ્કારોના જગતની એક યાત્રા. હાલ આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તે ટાંચણીથી માંડી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પણ આવિષ્કારો જ છે. શોધખોળોની સંખ્યા હજારોમાં છે માટે એક પુસ્તકમાં તેનો સમાવેશ શક્ય ન બને. આ પુસ્તકમાં અત્યાર સુધીની એવી શોધખોળોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેણે ખરેખર વિશ્વને બદલી નાખવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હોય.
આ પુસ્તકની સાથે જ આ જ શ્રેણીના અન્ય પુસ્તક ‘વિશ્વને બદલી નાખનાર 101 ગૅજેટ્સ’ તેમજ ‘વિશ્વને બદલી નાખનાર 101 આઇડીયા’માં પણ વિવિધ આવિષ્કારોની ચર્ચા કરી છે. આ બંને પુસ્તકો આ પુસ્તકના પૂરક છે. શોધખોળોના આ પુસ્તકમાં જે તે આવિષ્કાર પાછળના વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોની ચર્ચા છે તો ગેજેટ્સના પુસ્તકમાં જે તે વસ્તુએ માનવજીવનમાં શો ભાગ ભજવ્યો છે તેની ચર્ચા છે તો આઇડીયાના પુસ્તકમાં વિશ્ચની કેટલીક વિખ્યાત શોધખોળો પાછળ રહેલા મૂળભૂત વિચારની ચર્ચા કરવામાં આવી છે. ગૅજેટ્સ અને શોધખોળોના પુસ્તકમાં એટલા માટે જ અમૂક વસ્તુઓનો બંને પુસ્તકમાં સમાવેશ કર્યો છે.
Reviews
There are no reviews yet.