101 વિશ્વવિખ્યાત ધર્મસ્થાપકો અને સંતો

250.00

આસ્થા જગતમાં ઝળહળતા 101 પાવક પ્રકાશપૂંજોનો પ્રેરક પરિચય.

Description

વિશ્વને બદલી નાખનાર 101 ધર્મ સ્થાપકો અને સંતોનાં જીવનચરિત્ર ધરાવતા આ પુસ્તકમાં 101 વિભૂતિઓની યાદી બનાવવાનું કાર્ય સૌથી વધુ પડકારજનક હતું. ધર્મ એ આસ્થાનો વિષય છે અને દરેકની આસ્થા અલગ અલગ હોય છે. વળી, માનવઇતિહાસનાં વીતી ચૂકેલાં હજારો વર્ષોમાં આ પૃથ્વી પર અનેક પાવન આત્માઓએ જન્મ લીધો છે માટે તેમાંથી 101ની પસંદગી મુશ્કેલ જ નહિ, અશક્ય બની રહે. પરંતુ આ ક્ષેત્રના કેટલાક નિષ્ણાતોએ આવો પ્રયત્ન કર્યો છે અને આ યાદી એ પ્રયત્નોથી પ્રેરિત છે. આસ્થા અને પવિત્રતાને કોઈ ફૂટપટ્ટીથી ક્યારેય માપી ન શકાય. આ શ્રેણીનો ઉદ્દેશ ગુજરાતી વાચકોને વિશ્વકક્ષાએ વિખ્યાત ગણાતી હોય તેવી અને તે પણ 101ની મર્યાદામાં સમાવી શકાય તેટલી વિભૂતિઓનો પરિચય કરાવવાનો છે. માટે વાચકોને ભારતીય કરતાં ખ્રિસ્તી સંતો, પ્રચારકો અને સુધારકોની સંખ્યા વધુ લાગે તેવું બને. પરંતુ આપણે ખરેખર તેમના વિશે ઘણું ઓછું જાણીએ છીએ અને વધુ જાણવું ઉપયોગી બનશે તેમ માની વૈશ્વિક યાદીને અનુસરવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

આ પુસ્તકમાં ધર્મસ્થાપકો અને સંતો ઉપરાંત ધર્મ વિચારકો, પ્રચારકો અને સુધારકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કેમ કે ધર્મસુધારકોએ પણ આખરે સમાજને નવી દિશા આપી છે અને એ જ તો ધર્મસ્થાપકો અને સંતોનું કાર્ય છે જેને ઉપનિષદના ઋષિ ‘તમસો મા જ્યોતિર્ગમય’ તરીકે વર્ણવે છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “101 વિશ્વવિખ્યાત ધર્મસ્થાપકો અને સંતો”

Your email address will not be published. Required fields are marked *