Description
પુસ્તકો એટલે બે પૂંઠા વચ્ચે સમાયેલું વિશ્વ. પુસ્તકો કલાનો એવો પ્રકાર છે જેને ચાહી શકાય, માણી શકાય અને જેમાંથી શીખી શકાય. ડિજિટલ મીડિયાના આગમન સુધી પુસ્તકોએ જ માનવજાતના જ્ઞાનનો વારસો જાળવ્યો હતો અને આજે ડિજીટલ મીડિયાના પ્રસાર પછી પણ આવા વારસાની જાળવણી અને સવંર્ધનમાં પુસ્તકોની ભૂમિકા જરાયે ઓછી થઇ નથી.
પ્રત્યેક પુસ્તક એના લેખકનું માનસસંતાન છે. પુસ્તકનો લેખક માત્ર લહિયો નથી પરંતુ સમાજનો ધડવૈયો છે, સંસ્કૃતિનો સંવર્ધક છે. એવું મનવામાં આવે છે કે સાહિત્ય એ ભણેલાઓનો વિષય છે અને સામાન્ય લોકોને સાહિત્ય કે સાહિત્યકારો સાથે કશું લાગતુવળગતુ નથી પરંતુ આ માન્યતા સાચી નથી. સાહિત્ય એટલે ફક્ત છપાયેલું પુસ્તક નહીં પરંતુ પ્રગટેલો વિચાર પછી ભલેને તે ગમે તે માધ્યમ દ્વારા પ્રકાશિત થયો હોય. સાહિત્ય માત્ર લખાતું નથી, જીવાતું પણ હોય છે.
આ પુસ્તકમાં જગતના આજ સુધીના 101 સાહિત્યકારોના જીવન અને સર્જનની ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તકના પાનાઓમાંથી પસાર થતા માનવજાતના વિચારો અને સંસ્કૃતિની ઝાંખી મળી રહેશે. સાહિત્યમાં રસ હોય કે ન હોય પણ જીંદગીમાં રસ હોય તો આ પુસ્તક માણવું ચોક્કસ ગમશે.
Reviews
There are no reviews yet.