Description
આ પુસ્તક વિષે:
આ પુસ્તકમાં આશરે એકસો જેટલા ગ્રંથોમાં ફેલાયેલાં ગાંધી સાહિત્યમાંથી અણમોલ વિચારોનો અનોખો સંગ્રહ રજૂ કરવામાં આવ્યો છે.
પુસ્તકમાં આપેલા કેટલાંક વિચારરત્નો * આખી પ્રજા કાયર બની જાય તેના કરતાં તો હું હિંસાનું જોખમ ખેડવાનું હજારવાર પસંદ કરું. * મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ભૂલ કબૂલ કરીને તે આગળ વધે છે, છુપાવીને પશુ બને છે. * જીવો એવી રીતે જાણે આવતીકાલે તમે મૃત્યુ પામવાના છો અને શીખો એવી રીતે જાણે તમે કદી મરવાના જ નથી. * ન બોલે તેને બોલાવજો, ન આવે તેને ઘેર જજો, રીસાય તેને રીઝવજો; અને આ બધું તેના ભલાને સારું નહીં, પણ તમારા ભલાને સારું કરજો. * આંગળીએ વળગાડીને લોકોને કાયમ ચલાવ્યા કરવાથી લોકશાહી પાંગળી બની જશે. બલ્કે તૂટી જશે. * દુનિયામાં તમે જે પરિવર્તન ઇચ્છો છો, તે પરિવર્તન ખુદ તમારે બનવું પડશે.
Reviews
There are no reviews yet.