ડૉ. આંબેડકર કહે છે

99.00

સમગ્ર આંબેડકર સાહિત્યમાંથી અણમોલ વિચારોનો અનોખો સંગ્રહ.

Category:

Description

આ પુસ્તક વિષે:

આ પુસ્તકમાં ભારતરત્ન અને બંધારણનાં ઘડવૈયા એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરના સંપૂર્ણ સાહિત્યમાંથી અણમોલ વિચારોનો અનોખો સંગ્રહ રજૂ કરવામાં આવ્યો છે. આ પુસ્તક બાબાસાહેબની વિચારધારાને સમજવામાં મદદરૂપ સાબિત થાય તેમ છે સાથે તેમનાં સશક્ત વિચારો વાંચકોને અનોખી પ્રેરણા પણ આપશે.

પુસ્તકમાં આપેલા કેટલાંક વિચારરત્નો: * હું મોતથી ડરતો નથી, મોત મારાથી ડરે છે. * વાંચન એ જ જીવન છે. વાંચન વગરનું જીવન જીવન જ નથી. * ધર્મ મનુષ્ય માટે છે, મનુષ્ય ધર્મ માટે નહીં. * શિક્ષક રાષ્ટ્રનો સારથી છે કારણ કે તેના હાથમાં શિક્ષણની લગામ છે. * જીવન દુઃખ નથી, પરંતુ જીવનમાં દુઃખ છે અને તેનું નિરાકરણ પણ થઇ શકે છે. * ગુલામોને તેની ગુલામીનું ભાન કરાવી દો એટલે તે આપોઆપ બંડ પોકારી ઉઠશે. * હું કહું છું માટે આગમાં કૂદી ન પડો. મારી વાત તમે સાવધાનીપૂર્વક વિચારીને મારા આદેશોનું પાલન કરો. મારી પાછળ સમજી-વિચારીની આવો. આંધળી ભક્તિ મને પસંદ નથી. * શિક્ષણ એ વાઘણના દૂધ જેવું છે. જે કોઇ એને પીવે છે, તે ગર્જના કર્યા સિવાય રહેતો નથી. * કેટલાક લોકો કહે છે દેશ પહેલો અને ધર્મ પછી. કેટલાક લોકો કહે છે ધર્મ પહેલો અને દેશ પછી. પણ હું કહું છું કે દેશ પહેલો અને પછી પણ દેશ જ.

Reviews

There are no reviews yet.

Be the first to review “ડૉ. આંબેડકર કહે છે”

Your email address will not be published. Required fields are marked *