Description
આ પુસ્તક વિષે:
આ પુસ્તકમાં વિશ્વના શ્રેષ્ઠ ઇન્વેસ્ટર વોરેન બફેટે આજસુધી આપેલા ઈન્ટરવ્યું, પ્રવચનો, લેખો વગેરેના આધારે અણમોલ વિચારોનો અનોખો સંગ્રહ રજૂ કરવામાં આવ્યો છે. વોરેન બફેટની વિચારધારા આ પુસ્તકમાં સાંગોપાંગ ઝીલાઈ છે. વોરેન બફેટની વિચારધારા ઉપર ઉપલબ્ધ તમામ પુસ્તકો કરતા આ એક નાનકડા પુસ્તકમાંથી આપ ઝડપભેર માર્ગદર્શન અને પ્રેરણા મેળવી શકશો.
પુસ્તકમાં આપેલા કેટલાંક વિચારરત્નો: * હું શેરબજારમાં ક્યારેય તાબડતોબ પૈસા કમાવાની ગણતરી નથી કરતો. હું તો એમ જ માનીને શેરમાં રોકાણ કરું છું કે આજે શેરબજારનો છેલ્લો દિવસ છે અને તે પાંચ વર્ષ પછી જ ખૂલવાનું છે. * મોટા ઇન્વેસ્ટર બનવા માટે ગણિત અનિવાર્ય હોય તો મારે લારી કાઢવી પડે ! * દરેક બિઝનેસમાં ઇન્વેસ્ટ કરીને ઇન્વેસ્ટર બનવું એ રોજ નવા ગ્રાહક સામે મુજરા કરવા જેવું છે. * તમારે એવા બિઝનેસમાં રોકાણ કરવું જોઇએ કે જે ગમે તે મૂર્ખ માણસ પણ ચલાવી શકે. કારણ કે એક દિવસ કોઇ મૂર્ખ જરૂર તે ચલાવશે. * પૈસાએ માણસ નથી બનાવ્યો પણ માણસે પૈસો બનાવ્યો છે. * તમારા શરીરને ભગવાન તરફથી ભેટમાં મળેલી કાર સમજો. * પૈસો કમાવા કરતાં વાપરવો વધારે અઘરો છે. * હું જ્યાં જાવ ત્યાં લોકો મને સફળતાની ફોર્મ્યુલા પૂછે છે. ખરેખર આવી કોઇ ફોર્મ્યુલા હોતી જ નથી અને કદાચ હોય તો પણ મારે જાણવી નથી. * રોકાણ માટેનો નિયમ નં. 1 – પૈસા કદી ગુમાવશો નહીં. નિયમ નં. 2 – નિયમ નં. 1 કદી ભૂલશો નહીં.
Reviews
There are no reviews yet.