સ્ટીવ જોબ્સ કહે છે

99.00

સ્ટીવ જોબ્સનાં સમગ્ર વિચારોમાંથી શ્રેષ્ઠ વિચારોનો અનોખો સંગ્રહ.

Category:

Description

આ પુસ્તક વિષે:

આ પુસ્તકમાં વિશ્વના જીનિયસ બિઝનેસ આઇકોન સ્ટીવ જોબ્સે પોતાના સમગ્ર જીવન દરમિયાન આપેલા પ્રવચનો, મુલાકાતો, પત્રો/ઇમેલ અને લેખોમાંથી તારવેલું નવનીત આપ્યું છે. આ પુસ્તક વાંચવાથી ખ્યાલ આવશે કે શા માટે સ્ટીવ જોબ્સ સૌથી અલગ બિઝનેસ આઇકોન હતા. ઉપરાંત આ પુસ્તકમાંથી સ્ટીવ જોબ્સ જેવી અનોખી વિચારધારા કેળવવા માટેની અનોખી પ્રેરણા પણ મળે છે.

પુસ્તકમાં આપેલા કેટલાંક વિચારરત્નો: * સોક્રેટીસ સાથે એક સાંજ પસાર કરવા માટે હું મારી તમામ સંપત્તિ આપી દેવા તૈયાર છું. * હું તો એક અર્ધશિક્ષિત વ્યક્તિ છું; જે જોઇને, પૂછીને શીખે છે અને ત્યાર બાદ તેઓ અમલ કરે છે. * કોમ્પ્યૂટર એટલે મગજની સાઇકલ, જે મગજને દોડાવ્યે રાખે છે. * તમારા ખિસ્સામાં કેટલા ડૉલર છે એને અને તમારી ક્રિએટિવિટીને કશું લાગતું-વળગતું નથી. * ક્યારેય રાતોરાત સફળતા મળતી નથી. એના માટે અનેક રાતોના ઉજાગરા કરવા પડે છે. * જ્યારે તમારે તમારા મગજનો ઉપયોગ બંધ કરવો હોય ત્યારે ટીવી સામે બેસી જવું અને જ્યારે મગજનો ઉપયોગ શરૂ કરવો હોય ત્યારે કોમ્પ્યૂટરની સામે બેસી જવું. * વૃદ્ધ અને યુવાન વચ્ચેનો એક તફાવત કહું? વૃદ્ધ લોકો પૂછે છે, “આ શું છે?” જ્યારે યુવાન પૂછે છે, “હું આ વસ્તુ વડે શું કરી શકું?” * મૃત્યુ એક અદ્ભુત વ્યવસ્થા છે. જે સમય આવ્યે જૂના મોડેલનો નાશ કરી નવું મોડેલ સ્થાપિત કરી દે છે. * હું જે કંઇ કમાણી કરું છું એમાં 50 ટકા કમાણી સપના જોવાની અને 50 ટકા કમાણી કામ કરવાની કરું છું.

Reviews

There are no reviews yet.

Be the first to review “સ્ટીવ જોબ્સ કહે છે”

Your email address will not be published. Required fields are marked *