તેનાલીરામના અદભુત કિસ્સાઓ

125.00

Category:

Description

તેનાલીરામનો જન્મ હાલના આંધ્રપ્રદેશના ગુન્ટૂર જિલ્લાના તેનાલી નામના ગામમાં થયો હતો. તેનાલીરામ એક સારા કવિ પણ હતા અને `વિકટ કવિ’ના ઉપનામથી જાણીતા હતા. તેનાલીરામને વિધિવત્ રીતે શિક્ષણ પ્રાપ્ત થયું નહોતું.

તેનાલીરામ આજીવિકા માટે `ભાગવત્ મેળા મંડળ’ સાથે જોડાયા. આ મંડળ ગામેગામ ફરી ભાગવત્ના પ્રસંગો પર કાર્યક્રમો આપતું. એક દિવસ આ મંડળ મહારાજ કૃષ્ણદેવરાયના દરબારમાં પહોચ્યું અને ત્યાં એક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો. આ કાર્યક્રમમાં તેનાલીરામના પ્રદર્શનથી રાજા કૃષ્ણદેવરાય ખૂબ જ પ્રભાવિત થયા અને રાજાએ તેનાલીરામને પોતાના દરબારમાં આઠમાં રત્ન તરીકે સામેલ કરી લીધા. આમ તો તેનાલીરામને હાસ્ય કવિ તરીકે રાજદરબારમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ પોતાના ચાતુર્યના કારણે તેનાલીરામ ટૂંક સમયમાં જ રાજાના વિશ્વાસુ સલાહકાર બની ગયા. મહારાજ કૃષ્ણદેવરાય ઇ.સ. 1509 થી 1529 સુધી વિજયનગરની રાજગાદી પર બિરાજમાન હતા. આ સમય દરમિયાન તેનાલીરામે એમના દરબારમાં હાસ્ય કવિ અને મંત્રીની ભૂમિકા ભજવી. તેનાલીરામ રાજાના સલાહકાર ઉપરાંત એમના શ્રેષ્ઠ મિત્ર પણ હતા. ઈ.સ. 1529માં રાજા કૃષ્ણદેવરાયના અવસાન બાદ તેનાલીરામ રાજદરબાર છોડી દે છે, અને પોતાના વતન તેનાલીમાં વસી જાય છે. થોડા વર્ષો બાદ ત્યાં જ સર્પદંશથી તેમનું મૃત્યુ થયું.

ઉત્તર ભારતમાં જે સ્થાન અકબર બીરબલની વાર્તાઓનું છે, એવું જ સ્થાન દક્ષિણ ભારતમાં તેનાલીરામ અને રાજા કૃષ્ણદેવરાયની વાર્તાઓનું છે. તેનાલીરામની કથાઓ દંતકથાઓની જેમ કહેવાતી આવી છે અને સદીઓથી આબાલવૃદ્ધ સૌનું મનોરંજન કરે છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “તેનાલીરામના અદભુત કિસ્સાઓ”

Your email address will not be published. Required fields are marked *