Description
પિતા – પુત્રીના સબંધો સાવ અનોખા છે. બન્ને વચ્ચે શબ્દોથી વધુ સ્નેહનો વહેવાર હોય છે પરંતુ એક બાપ જ્યારે દીકરીને કંઇક કહે ત્યારે દીકરી ફક્ત કાન નહીં હૃદય દઇને સાંભળે છે.
કૌશિક મહેતાએ પોતાની બહારગામ ભણતી દીકરીને લખેલા આ પત્રોમાં દરેક દીકરીને પોતાના પિતાનો રણકો સંભળાશે, તો દરેક પિતાને દીકરીને જે કહેવું છે તેનો પડઘો સંભળાશે.
એકદમ સરળ અને સરસ શબ્દોમાં લખાયેલું આ પુસ્તક દરેક દીકરી માટે કરિયાવરથી પણ વધુ મૂલ્યવાન ભાથું બની રહે તેવું છે.
પુસ્તકમાં સમાવાયેલા નાના-નાના બાવન પત્રોમાં પિતાએ દીકરીને ભણતર, પરીક્ષા, કારકિર્દી, ઘરકામ, ફીટનેશ, જીવનસાથીની પસંદગી, મોબાઈલ અને ગેઝેટ્સ, સફળતા અને નિષ્ફળતા વગેરે અનેક વિષયે સચોટ છતાં નવા જમાનાને અનુરૂપ માર્ગદર્શન આપ્યું છે.
Reviews
There are no reviews yet.