Description
સોશિયલ મીડિયાની ગેલેક્સીમાં છેલ્લા અડધા દાયકાથી એક ગ્રહ-નક્ષત્ર ઉમેરાયું એનું નામ વ્હોટ્સએપ. આ એપ્લીકેશને દુનિયાને અંગુઠાના ટેરવે જોડી દીધી. જોક્સ, કવિતા, વિડીયો બધું શેર થાય. વ્હોટ્સએપ એ ટેકનોલોજીના ક્ષેત્રે એક જાદુઈ લાગે એવું સ્ટેપ છે. વ્હોટ્સએપ પરથી જ આ પુસ્તકનું નામ ‘‘થોટ્સઅપ’’ રાખ્યું છે. થોટ્સઅપ એટલે ઉચ્ચ વિચાર. અથવા જ્યાં છીએ ત્યાંથી વિચાર થકી ઊંચે જવાની માનસિકતા. આ પુસ્તકમાં યુવાની સાથે સીધો સંવાદ રચાયો છે અને ધ્યાન એ રાખ્યું છે કે વ્હોટ્સએપના મેરેજીસની માફક જ આ પુસ્તકના લેખો પણ વાંચવા ગમે! જરાયે ભાર વગર સાદી, સરળ ભાષામાં અહીં સોશિયલ મીડિયા, પ્રેમ, મોટીવેશન, વાંચન, ધર્મ જેવા વિષયો પર મુક્ત વિચાર વિહાર થયો છે.
Reviews
There are no reviews yet.