Aajni Varta Shreni

આ શ્રેણી વિષે:
બોધકથાઓના બેસ્ટસેલર પુસ્તકો અને WhatsApp પર ‘આજની વાર્તા’ થકી શૈલેષ સગપરિયાએ અસંખ્ય લોકોના જીવનમાં પ્રેરણાનો ઊજાસ પાથર્યો છે. સાદા, સરળ શબ્દોમાં તેઓ અમૂલ્ય વાત કોઇપણ વય કે સ્તરના વાંચક કે શ્રોતાના ગળે ઊતરી જાય તે રીતે કહી શકે છે. શૈલેષભાઇની ખૂબી એ કે તેમની એકની એક વાર્તા વારંવાર વાંચવી ગમે અને બીજા સાથે વહેંચવી ગમે. વાર્તાના અંતે જરાયે ભાર વગર માત્ર બે-ત્રણ વાક્યમાં રજૂ થતો બોધ વાગોળી શકાય અને જીવનમાં ઉતારી શકાય તેવો હોય છે. આ વાર્તાઓએ એટલા બધા લોકોના જીવનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પમરાટ ફેલાવવાનું કાર્ય કર્યું છે કે તેમનું દરેક પુસ્તક એક ઉપવન બની ગયું છે. શબ્દોની પણ સુવાસ હોય તે એમના પુસ્તકોએ સાબિત કર્યું છે.
પ્રસ્તુત છે આ ઉપવનમાંથી ચૂંટેલા કેટલાંક સુંદર પુષ્પોના ભાતભાતના ગુલદસ્તાઓ ! વિવિધ વિષયો તળે આ ગુલદસ્તાઓને એ રીતે ગૂંથવામાં આવ્યા છે કે તેને હંમેશા સાથે કે સામે રાખવામાં અને બીજા સાથે વહેંચવામાં એકદમ સરળતા રહે.

Showing all 18 results