Business Gatha Shreni

આ શ્રેણી વિષે:
આ શ્રેણીના પુસ્તકોમાંથી વાચકોને નીચેના સવાલોના જવાબ મળશેઃ
• એક મહાન કંપની કઇ રીતે બને છે?
• તક કઇ રીતે ઓળખવી અને ઝડપવી ?
• મહાન કંપની બનાવવાના તમારા સપનાં કઇ રીતે સાકાર કરવા ?
• કંપની નાની હોય ત્યારે સ્થાપક દ્વારા નિર્ણયો કઇ રીતે લેવાવા જોઇએ?
• લોભ અને લાલચ પર કાબૂ રાખી કઇ રીતે બ્રાન્ડ નિર્માણ કરવું જોઇએ?
• કઇ રીતે નિષ્ઠુર બની હરીફોને કચડી નાખવા જોઇએ?
• બિઝનેસ જમાવવા માટે કેવા કાવાદાવા થાય છે ?
• કાનૂની દાવપેચ કઇ રીતે કરવા અને કઇ રીતે તેનાથી બચવું ?
• નોકરી કરવી હોય તો કેવી કંપનીમાં કરવી ?
• કારકિર્દીના ઘડતર વખતે શું ધ્યાનમાં રાખવું ?
• આવડતની તુલનામાં અભ્યાસ અને ડિગ્રીનું કેટલું મહત્ત્વ છે ?
ઘરના બેડરૂમ, ફળિયા, ગેરેજ કે રસોડાના પ્લેટફોર્મ પર, ભાડાની ઓફિસમાં કે પછી માત્ર વિઝિટિંગ કાર્ડ પર શરુ કરાયેલો વિચાર કઇ રીતે કરોડો લોકોને પ્રભાવિત કરતી કંપની બની સમૃદ્ધિનું સર્જન કરે છે તેની વાત આ શ્રેણીના પુસ્તકોમાં કરી છે. `બિઝનેસ ગાથા શ્રેણી’ના પુસ્તકોમાં ધંધાની આંટીધૂંટીની વાતો છે છતાંય તે જરાયે શુષ્ક નથી. ઉલટાના આ પુસ્તકો તો એલિયસ્ટર મેકલિન, આગાથા ક્રિસ્ટી, જેમ્સ હેડલી ચેઇઝ, ઇરવિંગ વોલેસ કે ડેન બ્રાઉન જેવા લેખકોના થ્રીલર સ્ટોરીના પુસ્તકો જેટલાં જ રસપ્રદ છે. દરેક પુસ્તક એકવાર હાથમાં લીધા પછી પૂરું કર્યા વગર ચેન ન પડે તે રીતે લખાયું છે. જેમને જાણવા-સમજવાની પ્યાસ છે, તેમના માટે મેનેજમેન્ટની માસ્ટર ડિગ્રી જે ન શીખવી શકે તેવી અનેક વાતો આ શ્રેણીમાંથી શીખવા મળશે.

Showing all 2 results