Hindulogy Shreni
આ શ્રેણી વિષે:
ચાર વેદ, 108 ઉપનિષદો અને 18 પુરાણો તેમજ ઉપલબ્ધ ઉપપુરાણોનું અધ્યયન કર્યું હોય તેવા વિરલા શોધવા અઘરા છે. પહેલાં તો આટલાં મોટા, દળદાર ગ્રંથો વાંચવા અને સમજવા માટેનો પૂરતો સમય શોધવો મુશ્કેલ બને. માની લો કે કોઇ સમય આપી આ ગ્રંથો વાંચી લે; છતાં આ ગ્રંથોને સાંગોપાંગ સમજવા માટે તેનાં ઉપર પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોએ જે ટીકાઓ લખી છે, તે બધાનું અધ્યયન તો બાકી રહે.
એવું તો શું થઇ શકે, જેનાથી આ તમામ ગ્રંથોને એક જ સ્થળે વાંચી, જાણી શકાય? મૂળ ગ્રંથો અને તેના પર લખાયેલા અભ્યાસગ્રંથોના મહાસાગરને એક ગાગરમાં સમાવી શકાય? આ કાર્ય મુશ્કેલ તો હતું પણ અશક્ય નહોતું જેની સાબિતી એટલે `હિંદુલોજિ સીરિઝ’. આ શ્રેણીના ત્રણ પુસ્તકોમાં અનુક્રમે વેદ, ઉપનિષદ અને પુરાણોમાં શું છે; તેની ટૂંકમાં પણ સચોટ માહિતી આપવામાં આવી છે. આ શ્રેણીના પુસ્તકો વેદ, ઉપનિષદ અને પુરાણોનું વિહંગાવલોકન કરાવે છે. વિહંગાવલોકનથી વાચકને વેદ, ઉપનિષદ કે પુરાણોના ખોળામાં રમવાનો આનંદ કદાચ ન મળે, પરંતુ આ સાહિત્યના અનોખા, અદભુત અને અલૌકિક સૌંદર્યને મન ભરીને માણવાનો મોકો અચૂક મળશે. વાચક ભારતના પ્રાચીન સાહિત્યના આકાશમાં પાંખો પ્રસરાવીને ઉડવાનો આનંદ ચોક્કસ માણી શકશે.
Showing all 3 results