Moraribapu Books

આ શ્રેણી વિષે:
પૂ. બાપુએ એક કથામાં કહ્યું હતું, ‘‘રામકથા તો હાલતી, ચાલતી, બોલતી ગંગા છે. ગંગામાં બ્રહ્મ વહે છે, ગંગા પવિત્ર છે. લોટીમાં લાવો એ પણ એટલી જ પવિત્ર. લોકો ગંગાજળની લોટીના સામૈયા કરે છે…’’ પૂ. બાપુની શબ્દગંગા તો અસ્ખલિત રીતે છ દાયકાથી વહે છે, તેમાંથી કેટલીક લોટીઓ ભરી હોય તો? આ લોટીઓ એટલી નાની હોય કે લોકો હંમેશા તેને સાથે કે સામે રાખી શકે. બીજા સાથે વહેંચી શકે, ભેટ આપી શકે. કિંમત ઓછી હોય પણ મૂલ્ય અદકેરું હોય. આ પુસ્તિકાઓ એટલે આવી જ લોટીઓ જે પૂ. બાપુની શબ્દગંગામાંથી પ્રેમપૂર્વક ભરવામાં આવી છે. ગંગાજળની પ્રત્યેક બુંદ સરખી જ પવિત્ર હોય તેમ આ પુસ્તિકાઓમાંથી કોઇપણ પુસ્તિકા લો કોઇપણ પાનું ઉઘાડો તો તેમાંથી પૂ. બાપુની પાવન વાણીની સરવાણીમાં વાંચકને ભીંજાવા મળશે. આ પુસ્તિકાઓ સંપાદિત કરવા માટે પૂજ્ય મોરારિબાપુની ૩૦૦થી વધુ રામકથાઓ અને પ્રવચનોનો આધાર લેવામાં આવ્યો છે.

Showing all 18 results