Prernabij Shreni

આ શ્રેણી વિષે:
વનસ્પતિશાસ્ત્રમાં જે મહત્ત્વ બીજનું છે, પ્રેરણાશાસ્ત્રમાં તે જ મહત્ત્વ અવતરણો એટલે કે ક્વોટેશનનું છે. એક નાનકડું સુત્ર, વિચાર કે કેટલાંક શબ્દો જીવન બદલી નાખવા માટે પર્યાપ્ત હોય છે.
પ્રેરણાબીજ શ્રેણીનાં પુસ્તકો પણ આવા ‘વિચારબીજ’નો સંગ્રહ છે. કોઈ એક વિભૂતિના સમગ્ર વિચારોમાંથી કાળજીપૂર્વક ચયન કરી સંપાદિત કરેલા આ પુસ્તક શ્રેણીનાં એક પણ પુસ્તકનો એક પણ શબ્દ નકામો નથી. દરેક શબ્દ અનેક લોકોનું જીવન બદલી શકે તેટલો સમર્થ છે કેમકે જે તે વિભૂતિના સમગ્ર જીવન દરમિયાનનો વિચારસાર કે ડહાપણ અહીં એકજ પુસ્તકમાં સંકલિત કરીને રજૂ કરવામાં આવ્યું છે.
સરસ મજાની ભૂમિ હોય, ખાતર-પાણી પૂરતું હોય અને ધરતીપુત્ર મુઠ્ઠી ભરી બીજ વાવે તો કુદરત એકના અનેક બીજ કરી દે છે અને ઉગેલું અનાજ અનેક લોકોને તૃપ્ત કરી દે છે. એ જ રીતે ખુલ્લું મન હોય, હૃદયમાં ઉમંગ હોય અને આ પુસ્તકોમાંથી થોડાં બીજ મનમાં વાવવામાં આવે, તો સફળતારૂપી ફસલ લહેરાઈ ઉઠશે એ ચોક્કસ છે.

Showing all 7 results