VartaVinod Shreni
આ શ્રેણી વિષે:
“તમે તમારા બાળકોને બુદ્ધિશાળી બનાવવા ઈચ્છો છો ? – તો એમને વાર્તાઓ સંભળાવો; અને જો તમે તમારા બાળકોને વધુ બુદ્ધિશાળી બનાવવા ઈચ્છતા હો, તો એમને વધુ વાર્તાઓ કહો.” આ શબ્દો છે, મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઇનના. બાળઉછેર અને શિક્ષણ માટે વાર્તાઓ અનિવાર્ય છે. આશરે 2500 વર્ષ પહેલા પંડિત વિષ્ણુ શર્માએ રાજાના મૂર્ખ રાજકુમારોને શિક્ષણ આપવા પ્રાણીઓની વાર્તાઓનો સહારો લીધો હતો; અને આ વાર્તાઓ પંચતંત્રને નામે પ્રસિદ્ધ બની. આઈન્સટાઇનના ઉપરના શબ્દોની આ 2500 વર્ષ અગાઉ અપાયેલી સાબિતી છે!
માત્ર બાળકો જ શા માટે, વાર્તાઓ તો સૌને ગમે છે. દંતકથાઓ, પૌરાણિક કથાઓ, લોકકથાઓ, પરીકથાઓ -એમ અનેક નામે ઓળખાતી વાર્તાઓ; આખરે તો આખીયે માનવજાતિનો આયનો છે. ભારત તો વાર્તાઓનું પિયર છે! રામાયણ, મહાભારત, પુરાણો, પંચતંત્ર, હિતોપદેશ, કથાસરિતસાગર, જાતક કથાઓ વગેરે પ્રાચીન ભારતીય કથાસાહિત્ય એટલું વિશાળ છે કે તેનું સાંગોપાંગ અધ્યયન કરવા એક આખું આયખું ઓછું પડે.
પ્રસ્તુત વાર્તાવિનોદ શ્રેણીમાં જ્ઞાન ઉપરાંત મનોરંજન માટે ઇતિહાસના પ્રસિદ્ધ પાત્રોની આસપાસ રચાયેલી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે બાળકો જ નહીં; પણ કોઈપણ વય કે સ્તરની વ્યક્તિને વાર્તાસાહિત્યમાં રસતરબોળ કરી દેશે. આ પુસ્તક ફક્ત બાળકો માટે નથી, પણ જેનામાં બાળક જીવંત છે, તેવા તમામ માટે છે.
Showing all 2 results