Yug Parivartak Shreni

આ શ્રેણી વિષે:
ઈતિહાસ કરવટ બદલે ત્યારે શું થાય છે? ઘણીવાર ઈતિહાસની કરવટ શેષનાગની કરવટ સાબિત થતી હોય છે. માનવજીવનમાં ભયાનક ભૂકંપો સર્જાય છે અને જીવનનો પ્રવાહ ધરમૂળથી બદલી જાય છે તો ક્યારેક પરિવર્તન નદીના પાણી દ્વારા બનતી કોતરો જેવું શાંત, ધીમું અને એકધારું હોય છે. ઈતિહાસના `ટર્નિંગ પોઈન્ટ’ રસપ્રદ સાથે જ્ઞાનપ્રદ પણ હોય છે. આપણી આજને જાણવા અને માણવા જગતના ઈતિહાસને બદલી નાખી યુગ પરિવર્તક સાબિત થનારી ઘટનાઓ, કાર્યો, સંસ્થાઓ, વ્યક્તિઓ અને વસ્તુઓના વિશ્વમાં ડોકિયું કરવું રોમાંચક અને રસાળ બની રહે છે.
પ્રસ્તુત છે એક `યુગ પરિવર્તક શ્રેણી’ જેમાં આપણી આજને હકીકત બનાવનાર ગઈકાલની એક રોલરકોસ્ટર યાત્રા કરવામાં આવી છે જે દરેક વય અને સ્તરના વાંચકોને જકડી રાખશે.

Showing all 6 results