Description
પ્રસ્તુત છે દેશદેશાવરની ટૂંકી વાર્તાઓનો એક અનોખો રસથાળ. ટૂંકી વાર્તાઓ માત્ર વાર્તાઓ નથી હોતી, જેતે દેશના ઇતિહાસ, સમાજ અને સંસ્કૃતિનો આયનો હોય છે.
આ શ્રેણીના પુસ્તકોમાં વિશ્વના દિગ્ગજ લેખકોની સશક્ત કલમનો સર્વશ્રેષ્ઠ અર્ક સમાવાયો છે. વાર્તાઓની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ વય અને સ્તરના લોકો માણી શકે તેવી ચિરકાલિન વાર્તાઓ જ પસંદ કરવામાં આવી છે. આજે જ નહીં પણ આજથી સો વર્ષ પછી પણ માણવી ગમે તેવી વાર્તાઓ આ શ્રેણી માટે પસંદ કરવામાં આવી છે.
અમેરિકામાં ટૂંકી વાર્તાઓ લખાવાની શરૂઆત આજથી ૨૦૦ વર્ષ અગાઉ જ થઇ છે છતાં પણ અમેરિકમાં ટૂંકી વર્તાનોના જાદુગર ગણાતા ઓ’હેન્રીથી લઈને અનેક સાહિત્યકારોને ટૂંકી વાર્તાઓના માધ્યમે વિશ્વસાહિત્યમાં પ્રદાન કર્યું છે. આ સંગ્રહમાં અમેરિકામાં છેલ્લા ૨૦૦ વર્ષમાં લખાયેલી ટૂંકી વાર્તાઓની એક ઝલક મળી રહેશે.
આ શ્રેણીના પુસ્તકો ફક્ત વાંચવા માટે નથી, આકંઠ માણી તેમાં તરબોળ થઇ જવા માટે છે. આવો ડૂબકી લગાવીએ વિશ્વસાહિત્યના મહાસાગરમાં…
Reviews
There are no reviews yet.