Description
આ પુસ્તક વિષે:
આ પુસ્તકમાં વિશ્વના આજ સુધીના સૌથી વધુ જીનિયસ દિમાગ ધરાવતા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઇને પોતાના સમગ્ર જીવન દરમિયાન આપેલા પ્રવચનો, મુલાકાતો, પત્રો અને લેખોમાંથી તારવેલું નવનીત આપ્યું છે. આલ્બર્ટ આઈન્સ્ટાઇનનો સાપેક્ષવાદ ભલે ચુનંદા લોકો જ સમજી શકે પણ આ પુસ્તકમાં આપવામાં આવેલા પ્રેરક વિચારો દરેક વ્યક્તિ સમજી શકે તેવા છે.
પુસ્તકમાં આપેલા કેટલાંક વિચારરત્નો: * હું કંઇ બહુ બુદ્ધિશાળી નથી. ફરક ફક્ત એ છે કે હું સમસ્યાઓને ઉકેલવામાં વધુ સમય પસાર કરું છું. * ધર્મ વગરનું વિજ્ઞાન પાંગળુ છે અને વિજ્ઞાન વગરનો ધર્મ આંધળો છે. * વહાણ કિનારે લાંગર્યું હોય તો વધુ સલામત રહે છે પણ વહાણ કિનારે બાંધી રાખવા થોડું બનાવ્યું હોય છે? * હું ઇશ્વર ન હોવામાં ખૂબ શ્રદ્ધા રાખુ છું, ભાઇ. એમ સમજોને કે આ પણ એક અલગ પ્રકારનો ધર્મ છે! * દરેક વ્યક્તિ બુદ્ધિમાન છે પણ જો તમે એક માછલીને તેની ઝાડ પર ચડવાની આવડતથી મૂલવશો, તો માછલીને એમ જ લાગ્યા કરશે કે તે મૂર્ખ છે. * એક, દુનિયામાં ચમત્કાર જેવું કશું જ નથી. બે, દુનિયા આખી ચમત્કાર છે. આ બેમાંથી કોઇ એક વસ્તુ માની લો તો તમારો બેડો પાર! * જો તમારે તમારા બાળકોને બુદ્ધિશાળી બનાવવા હોય, તો તેમને પરીકથાઓ સંભળાવો. જો વધુ બુદ્ધિમાન બનાવવા હોય, તો વધુ પરીકથાઓ સંભળાવો! * માનવજાતિએ પરમાણુ બોમ્બનો આવિષ્કાર કર્યો એટલે આપણે તો ઉંદરથી પણ મૂર્ખ ઠર્યા. કોઇ ઉંદર કદી પોતાના માટે પીંજરું ન બનાવે.
Reviews
There are no reviews yet.