Description
પંકજસિંહ કિશોરસિંહ જાડેજા એટલે ગુજરાત સરકારના નિષ્કલંક અજાતશત્રુ અધિકારી. મહેસૂલ વિભાગમાં મામલતદારથી શરૂ કરીને ડેપ્યુટી કલેકટર સુધીના જુદા જુદા હોદ્દાઓ પર એમણે 15 વર્ષ નિષ્ઠાપૂર્વક સેવા બજાવી. અમદાવાદ-ભાવનગર હાઇવે પર એક અકસ્માતમાં તા. 14/12/2015ના રોજ પંકજસિંહે એમનાં ધર્મપત્ની રાજેશ્વરીબા, દીકરી રીશિતાબા અને દીકરા હર્ષવર્ધનસિંહ સાથે આ જગતમાંથી સામૂહિક રીતે વિદાય લીધી.
શ્રીમદ્ ભગવદ્ગીતાના 18 અધ્યાય કરોડો લોકો વાંચતા હોય છે, પરંતુ આ અઢારેય અધ્યાય જીવી ગયા હોય તેવા માણસો દુર્લભ છે. જ્ઞાન, કર્મ, ભક્તિ અને શૌર્યનો સંગમ એવા પંકજસિંહ જાડેજા ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે આપેલા ઉપદેશના સાકાર સ્વરૂપસમાન હતા. પંકજસિંહનું જીવન અનેક લોકોને જીવન જીવવાની નવી રાહ બતાવે એવું પ્રેરક છે. એમના જીવન પર લખાયેલું આ પુસ્તકને સ્મૃતિગ્રંથ નથી જે ઘરના કબાટમાં ધૂળ ખાતું પડી રહે પણ લોકો એને વાંચે, વિચારે અને આચરે એવું સરળ અને રસપ્રદ છે. આ પુસ્તકમાં સુભાષિતોની જેમ ટૂંકમાં ઘણું કહેવાનો પ્રયાસ કર્યો છે.
પુસ્તક વાંચતી વખતે વાંચકને કંટાળો ન આવે એની લેખકે તકેદારી રાખી છે. એક વખત વાંચક આ પુસ્તકને વાંચવાની શરૂઆત કરશો, પછી પુસ્તક નીચે મૂકવાનું મન નહીં થાય. પંકજસિંહ વિશે વધુ જાણવાની તરસ તમને આગળનાં પ્રકરણ વાંચવા માટે મજબૂર કરશે અને ધીમે ધીમે કરતાં ક્યારે પુસ્તક પૂરું થઇ જશે એની તમને ખબર પણ નહીં પડે.
તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ પંકજસિંહનાં વતન ઉપલેટા જીલ્લાના પાનેલી મોટી ખાતે એક ભવ્ય સમારંભમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ પુસ્તકનું વિમોચન થયું હતું.
Reviews
There are no reviews yet.