પૃથ્વી પર કુલ કેટલી કીડીઓ છે?

પૃથ્વી પર કુલ કેટલી કીડીઓ છે?

295.00

સાયન્સ વિથ ફન શ્રેણીનું પુસ્તક

Description

આ પુસ્તક શ્રેણીમાં રમૂજી અને હળવી શૈલીમાં એવા પ્રશ્નો ઉઠાવ્યા છે જે કદાચ તમારા મનમાં પણ ક્યારેક આવ્યા હશે, પણ તેના જવાબો ફક્ત હસીમજાક પૂરતા સીમિત નથી. દરેક જવાબની પાછળ ઊંડાણપૂર્વકનું સંશોધન, નવીનતમ વૈજ્ઞાનિક શોધો અને રસપ્રદ તથ્યોનો ખજાનો છુપાયેલો છે. રસોડાથી લઈને આકાશ સુધી, અને સૂક્ષ્મ જીવોથી લઈને મહાકાય પ્રાણીઓ સુધી, અહીં દરેક વિષયને સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે.
આ પુસ્તક શ્રેણી દરેક ઉંમરની જિજ્ઞાસુ વ્યક્તિ માટે છે. આ એવા બાળકો માટે છે જે દુનિયાને પ્રશ્નાર્થ નજરે જુએ છે, એવા વિદ્યાર્થીઓ માટે છે જે પાઠ્યપુસ્તકની બહારનું વિજ્ઞાન જાણવા માંગે છે, એવા માતા-પિતા માટે છે જેઓ તેમના બાળકના ‘કેમ?’ અને ‘શા માટે?’ વાળા સવાલોના જવાબ આપવા માંગે છે, અને એવા તમામ લોકો માટે છે જેમને કંઈક નવું અને રસપ્રદ જાણવું ગમે છે. જેમને વિજ્ઞાન અઘરું લાગે છે, તેમને આ પુસ્તકો વાંચ્યા પછી વિજ્ઞાન સાથે દોસ્તી થઈ જશે, એની અમને ખાતરી છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “પૃથ્વી પર કુલ કેટલી કીડીઓ છે?”

Your email address will not be published. Required fields are marked *