પ્રાચીન જગતના યુધ્ધો

125.00

જગતના ઈતિહાસને નવો વણાંક આપનારા ૨૫ પ્રાચીન યુદ્ધોની રસપ્રદ કથાઓ.

Category:

Description

આ શ્રેણી વિષે:

‘યુદ્ધસ્ય કથા રમ્યા’, કહેવાય છે કે યુદ્ધની કથા રમ્ય હોય છે. વહેતું લોહી, વિખરાયેલી લાશો, ઘાતકી ઝનૂન, શત્રુતા, ક્રૂરતા, નફરત, ઉશ્કેરાટ અને માનવ જ્યાં દાનવ બની જતો હોય, તેમાં રમણીય તે વળી શું હોઈ શકે?

યુદ્ધ ભલે ઉપરના તમામ નઠારાં પાસાંઓ ધરાવતું હોય, છતાં એ અનિવાર્ય અનિષ્ટ છે. માનવના જ્ઞાત ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ એવો સમયગાળો હશે, જ્યારે વિશ્વના કોઈને કોઈ ભાગમાં યુદ્ધ ચાલતું ન હોય. આપણાં ઈતિહાસના પુસ્તકોમાં પણ મોટો ભાગ રાજાઓની વંશાવળી અને યુદ્ધોએ રોકી રાખ્યો છે.

સંઘર્ષ જો અનિવાર્ય હોય તો સંઘર્ષને જાણી લેવો જોઈએ અને તેમાંથી શીખ લેવી જોઈએ. વળી યુદ્ધ ભલે ભયંકર હોય પરંતુ માનવના ઉદ્દાત ગુણો જેવાકે દેશપ્રેમ, ફનાગીરી, શૌર્ય, હિંમત, નિર્ભયતા, પરાક્રમ, ખેલદિલી અને પ્રચંડ સાહસ વગેરે યુદ્ધના સમયે જ વધુ નિખરે છે.

પ્રસ્તુત શ્રેણીમાં જગતના આજ સુધીના મહત્ત્વના યુદ્ધોની એ રીતે ચર્ચા કરવામાં આવી છે કે જેથી ઈતિહાસના પાનાઓની રોમાંચક સફર કરી શકાય સાથે યુદ્ધના માઘ્યમે માનવે દાખવેલા પરાક્રમોમાંથી પ્રેરણા પણ મેળવી શકાય.

Reviews

There are no reviews yet.

Be the first to review “પ્રાચીન જગતના યુધ્ધો”

Your email address will not be published. Required fields are marked *