Description
‘આજની વાર્તા’ના પ્રણેતા શૈલેષ સગપરિયાના આ પુસ્તકમાં જીવનના મહાસાગરના ઝંઝાવાતોને પાર કરવાની પ્રેરણા આપતી 101 બોધકથાઓનો અનોખો સંગ્રહ છે.
પ્રેરકકથાઓનો આ સંગ્રહ ત્રણ વાતે અનોખો છે.
એક, અહીં સમાવાયેલી 101 વાર્તાઓ હજારો વાર્તાઓમાંથી કાળજીપૂર્વક ચયન કરવામાં આવી છે. એમ સમજો કે, પ્રેરકકથાઓનો મહાસાગર વલોવીને, માત્ર અણમોલ રત્નો અહીં રજૂ કર્યાં છે.
બીજું, આ કથાઓનું પ્રસ્તુતીકરણ એકદમ સરળ, છતાં રસાળ છે. વિદ્યાર્થીઓથી માંડીને વ્યવસાયી સુધી દરેકને માણવી ગમે, તે રીતે એક એક વાર્તા કહેવાઈ છે.
ત્રીજું, દરેક વાર્તાના અંતે, એક-બે વાક્યોમાં વાર્તાનો સાર અથવા બોધ તારવીને સરળ શબ્દોમાં ટાંકવામાં આવ્યો છે. વાર્તાનું તારવેલું નવનીત, વાર્તાને વધુ અર્થસભર બનાવે છે.
Reviews
There are no reviews yet.