પ્રેરણાનો પ્રસાદ

200.00

Description

“આજની વાર્તા”ના પ્રણેતા શૈલેષ સગપરિયાનાં આ પુસ્તકમાં 101 પ્રેરણાત્મક વાસ્તવિક ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આખી થાળી ભરી ભાતભાતના પકવાન કરતા જરાક અમથો પ્રસાદ વધુ તૃપ્તિ આપે છે કારણ કે પ્રસાદમાં પવિત્રતા ભળેલી હોય છે, એ જ રીતે કાલ્પનિક કથાઓ કરતા અનેકગણી વધુ અસર વાસ્તવિક ઘટનાઓની થતી હોય છે.

આ પુસ્તકમાં આપેલી તમામ વાર્તાઓ હકીકતમાં બની ચૂકી છે. મોટાભાગના પ્રસંગો તો આપણી જ આસપાસ બનેલા છે. આ એવા પ્રસંગો છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ મૂક્યા ત્યારે તેને લાખો લાઇક્સ અને હજારો કોમેન્ટ્સ મળી છે, જે દર્શાવે છે કે આ પ્રેરણાનો પ્રસાદ લોકોના હૃદયને લાગણીથી ભીંજવી દે છે, મનને તૃપ્ત કરે છે અને જાતને કંઇક કરી છૂટવાની પ્રેરણા આપે છે.

આ પ્રસંગો આપણને આશ્વાસન આપે છે કે બધું ખતમ નથી થઇ ગયું. ઊઠ, ઊભો થા અને કામે લાગી જા. તારું સપનું પણ અવશ્ય સાકાર થશે.

Reviews

There are no reviews yet.

Be the first to review “પ્રેરણાનો પ્રસાદ”

Your email address will not be published. Required fields are marked *