ફ્રાંસની શ્રેષ્ઠ વાર્તાઓ

125.00

Category:

Description

પ્રસ્તુત છે દેશદેશાવરની ટૂંકી વાર્તાઓનો એક અનોખો રસથાળ. ટૂંકી વાર્તાઓ માત્ર વાર્તાઓ નથી હોતી, જેતે દેશના ઇતિહાસ, સમાજ અને સંસ્કૃતિનો આયનો હોય છે.

આ શ્રેણીના પુસ્તકોમાં વિશ્વના દિગ્ગજ લેખકોની સશક્ત કલમનો સર્વશ્રેષ્ઠ અર્ક સમાવાયો છે. વાર્તાઓની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ વય અને સ્તરના લોકો માણી શકે તેવી ચિરકાલિન વાર્તાઓ જ પસંદ કરવામાં આવી છે. આજે જ નહીં પણ આજથી સો વર્ષ પછી પણ માણવી ગમે તેવી વાર્તાઓ આ શ્રેણી માટે પસંદ કરવામાં આવી છે.

ફ્રાંસ આધુનિક ટૂંકી વાર્તાઓનું જનક માનવામાં આવે છે. ફ્રાંસનાં ગાય દ મોપસાંને આધુનિક ટૂંકી વાર્તાઓના શહેનશાહ અથવા આધુનિક ટૂંકી વાર્તાઓના પિતામહ માનવામાં આવે છે તો ફ્રાંસનાં જ ઓનોર દ બાલ્ઝાકને ટૂંકી વાર્તાઓમાં વાસ્તવવાદનાં પ્રણેતા માનવામાં આવે છે. ફ્રાંસમાં લગભગ તમામ પ્રકારની ટૂંકી વાર્તાઓ લખાઈ છે. આ સંગ્રહમાં ફ્રાંસમાં લખાયેલી ટૂંકી વાર્તાઓની એક ઝલક મળી રહેશે.

આ શ્રેણીના પુસ્તકો ફક્ત વાંચવા માટે નથી, આકંઠ માણી તેમાં તરબોળ થઇ જવા માટે છે. આવો ડૂબકી લગાવીએ વિશ્વસાહિત્યના મહાસાગરમાં…

Reviews

There are no reviews yet.

Be the first to review “ફ્રાંસની શ્રેષ્ઠ વાર્તાઓ”

Your email address will not be published. Required fields are marked *