ભારતની અવકાશગાથા

125.00

આ પુસ્તકમાં ઈસરો અને ભારતના અવકાશયુગની એક રોમાંચક સફર કરાવવામાં આવી છે.

Category:

Description

ઈસરો…આ ત્રણ અક્ષર સાંભળતા જ ટેલીવિઝન પર જોયેલા આકાશમાં જતા ઘૂઘવાટા મારતા રોકેટ, મંગળયાન અને ઉપગ્રહ લોન્ચિંગ ક્ષેત્રે ભારતે મેળવેલી સિદ્ધિઓની યાદ આવી જાય. પરંતુ કેટલાને ખબર હશે કે ઇસરોની શરૂઆત ભારતના છેવાડે આવેલા એક ચર્ચમાં થઇ હતી અને અમેરિકામાં ફાઈવસ્ટાર સુવિધા ભોગવતા વૈજ્ઞાનિકો ગરવા ગુજરાતી ડૉ. વિક્રમ સારાભાઈની ટહેલ પર અમેરિકા છોડી ભારતની ધૂળ ફાંકવા આવી ગયા હતા. નિષ્ઠાવાન વૈજ્ઞાનિકોએ સાઈકલ અને બળદગાડાથી શરુ કરેલી ઇસરોની સફરને પહેલા જ પ્રયાસે મંગલ પર પહોચાડીને અવકાશજગતમાં ભારતનું નામ રોશન કર્યું છે, ત્યારે સવાલ એ થાય કે આપણે અમેરિકાની અવકાશ સંસ્થા નાસા વિશે તો ઘણું જાણીએ છીએ પણ ઈસરો વિશે કેટલું જાણીએ છીએ? આ સવાલનો જવાબ એટલે આ પુસ્તક.
આ પુસ્તકમાં ઈસરો અને ભારતના અવકાશયુગની એક રોમાંચક સફર કરાવવામાં આવી છે. નાસા કરતા પણ જેની સફળતાનો દર ઉંચો છે તેવા ભારતના અવકાશ કાર્યક્રમોની ગૌરવ લઇ શકાય તેવી માહિતી આ પુસ્તકમાં રસપ્રદ રીતે રજૂ થઇ છે. તો આવો કરીએ ભારતના અવકાશયુગની એક યાત્રા!

Reviews

There are no reviews yet.

Be the first to review “ભારતની અવકાશગાથા”

Your email address will not be published. Required fields are marked *