Description
*વિશ્વભરમાં છેલ્લા 2500 વર્ષમાં લખાયેલી 125 શ્રેષ્ઠ નવલકથાઓનો અત્યંત રસપ્રદ ટૂંકસાર*
વિશ્વ સાહિત્યનો મહાસાગર એટલો વિશાળ અને ઊંડો છે કે કોઈ એક વ્યક્તિ માટે તેના દરેક ખૂણાને સ્પર્શવું લગભગ અશક્ય છે. કોઈ અઠંગ સાહિત્ય રસિક ઈચ્છે તો પણ મરતા પહેલા વાંચવા જેવા તમામ પુસ્તકો વાંચી જવા મુશ્કેલ છે. આ પુસ્તક તેનો ઉકેલ છે.
અહીં દરેક કૃતિના આત્માને જાળવી રાખીને તેનું રસપ્રદ શૈલીમાં પુનઃકથન કરવામાં આવ્યું છે. અહીં ઉદ્દેશ્ય સમીક્ષા કરવાનો નથી, બલ્કે વાર્તા કહેવાનો છે. એવી રીતે કહેવાનો, કે જાણે તમે મૂળ નવલકથાના પાત્રો સાથે જીવી રહ્યા હો, તેમની સાથે હસી-રડી રહ્યા હો અને તેમની સફરના સાક્ષી બની રહ્યા હો. અહીં તમને મળશે લેખકોની વિશિષ્ટ શૈલીનો અનુભવ, પાત્રોની જીવંત હાજરી, અને વાર્તાના મૂળ રસનો સ્વાદ. ટૂંકમાં, આ ગ્રંથ વિશ્વ સાહિત્યનો છપ્પન ભોગ છે, જે ગુજરાતી ભાષામાં પીરસવામાં આવ્યો છે.
Reviews
There are no reviews yet.