Description
`વિશ્વને બદલી નાખનાર 101 આઇડિયા’નું આ પુસ્તક એક રીતે તો આ શ્રેણીના અન્ય પુસ્તકો, `વિશ્વને બદલી નાખનાર 101 શોધખોળો’, `વિશ્વને બદલી નાખનાર 101 ગેજેટ્સ’ અને `વિશ્વને બદલી નાખનાર 101 વૈજ્ઞાનિક સિદ્ધાંતો’ નામના ત્રણ પુસ્તકોના કૂળનું પુસ્તક છે કેમકે આ પુસ્તકમાં પણ `વૈજ્ઞાનિક શોધખોળો’ને સ્થાન આપવામાં આવ્યું છે. જો કે આ પુસ્તકમાં સમાવાયેલી મોટાભાગની શોધખોળો એકદમ અનોખી છે. આ પુસ્તકની મોટાભાગની શોધખોળો કોઇ એક વ્યક્તિ દ્વારા કે કોઇ એક કાળમાં થઇ નથી પરંતુ મોટાભાગની શોધખોળો હજારો વર્ષનો ઇતિહાસ ધરાવે છે અથવા તો તેના મૂળ હજારો વર્ષ પહેલા કોઇને આવેલા `આઇડિયા’માં હતા. ટૂંકમાં આ પુસ્તકમાં સમાવાયેલી શોધખોળો સૌ-પ્રથમ એક વિચાર કે આઇડિયા સ્વરૂપે હતી અને પછી અનેક સંશોધકોના હાથે તે ઉછરી અને વટવૃક્ષ બની.
આપણા રોજબરોજના જીવન અને જગતને વધુ સુવિધાપૂર્ણ બનાવનારા આઇડિયાની યાત્રા થકી વાચકોને સંશોધન જગતના ઇતિહાસની યાત્રા કરવા મળશે.
Reviews
There are no reviews yet.