Description
આપના દેશમાં ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ કરતા મહાદેવ શિવની પૂજા વધુ વ્યાપક છે. દરેક ગામમાં રામ કે કૃષ્ણનું મંદિર હોય કે ન હોય પણ શિવમંદિર અવશ્ય હોય છે. શિવ પૂજા અત્યંત વ્યાપક હોવા છતાં ભગવાન રામ કે ભગવાન કૃષ્ણની કથાઓની જેમ ભગવાન શિવની કથાઓ વધુ પ્રચલિત નથી. ભગવાન શિવના જીવનના પ્રસંગો વાર્તા સ્વરૂપે બાળકોને કહેવા હોય તો માંડ પાંચ-સાત પ્રસંગો યાદ આવે.
આ પુસ્તકમાં ભગવાન શિવના જીવનના ૫૧ પાવક પ્રસંગોને અબાલવૃદ્ધ કોઇપણ માણી શકે તે રીતે રજૂ કરવામાં આવ્યાં છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે ભગવાન શિવના જીવનના જાણીતા પ્રસંગોમાં પણ કેટલીક અજાણી માહિતી આપવામાં આવી છે, તો સાથે ભગવાન શિવના જીવનના ઓછા જાણીતા પ્રસંગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પુસ્તકમાં દરેક પ્રસંગને ટૂંકમાં છતાં પુરતી વિગતો સાથે આલેખવામાં આવ્યાં છે. પુસ્તકને ભગવાન શિવના વિવિધ સ્વરૂપોના ચિત્રોથી સજાવવામાં પણ આવ્યું છે.
Reviews
There are no reviews yet.