શ્રીકૃષ્ણ કહે છે

99.00

ભગવાન શ્રીકૃષ્ણનાં સમગ્ર વિચારોમાંથી શ્રેષ્ઠ વિચારોનો અનોખો સંગ્રહ.

Category:

Description

આ પુસ્તક વિષે:

આ પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણનાં વિચારોમાંથી તારવેલું નવનીત આપ્યું છે. ભગવતગીતા ઉપરાંત મહાભારત અને શ્રીમદ ભાગવત મહાપુરાણ સહિતનાં ગ્રંથોમાંથી ભગવાન શ્રીકૃષ્ણનાં ઉપદેશોમાંથી ચૂંટીને અનોખો સંચય આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

પુસ્તકમાં આપેલા કેટલાક વિચારરત્નો: * વ્યક્તિ તેની માન્યતાનું સર્જન છે. જેવું વિચારશો તેવા બનશો. * ઇચ્છાઓ જેટલી ઓછી, સુખ તેટલું વધું. * જાતને ક્યારેય ઓછી ન આંકો. દ્રઢ મનોબળ થકી પોતાનો વિકાસ કરો. * સુખ-દુઃખ ઋતુઓ જેવા છે, એ આવતાં-જતાં રહે છે. * તમારો અધિકાર તમારા તીર પર છે, તમારી દૃષ્ટિ પર છે, પરંતુ એ મૃગ પર નથી જેના તરફ તમે તીર ચલાવો છો. * તમામ વૃત્તિઓ પરમાત્મામય બની જાય તેનું નામ સમાધિ. * સંસાર છોડીને ભાગી જવું એ સાચો સંન્યાસ નથી. વાસ્તવમાં ગૃહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ છે. * સમય સાથે બધું જ નાશ પામશે. સમય તમને ખાઇ જાય એ પહેલા એને સદુપયોગ કરો. * મન એ વ્યક્તિનું મિત્ર પણ છે અને શત્રુ પણ. માટે મનને કેળવતા શીખો. * અકારણ ઉદ્વેગ શા માટે કરો છો ? તમને કોનો ભય છે ? તમને કોણ મારી નાખવાનું છે ? આત્મા અમર છે. એ ક્યારેય જન્મતો પણ નથી અને ક્યારેય મરતો પણ નથી.

Reviews

There are no reviews yet.

Be the first to review “શ્રીકૃષ્ણ કહે છે”

Your email address will not be published. Required fields are marked *