Description
વિશ્ચની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક હોવાના કારણે ભારત પાસે હજારો વર્ષનો ઇતિહાસ છે અને સ્વામી વિવેકાનંદના કહેવા મુજબ મહાપુરુષોની બાબતમાં તો ભારતને વરદાન મળેલું છે. ભારતમાં દરેક યુગ અને કાળમાં સમગ્ર સંસારને માર્ગદર્શન આપી શકે તેવા મહામાનવોએ જન્મ લીધો છે, માટે કોઇ એક પુસ્તકમાં ભારતમાં જન્મેલા તમામ મહાપુરુષોનો સમાવેશ કરવો શક્ય નથી. એમાં પણ ફક્ત 101 મહામાનવોની યાદી કરીએ તો કયા નામો લેવા અને કયા નામો છોડી દેવા તે નક્કી કરવું અત્યંત મુશ્કેલ કાર્ય છે. છતાં પણ પુસ્તકના ફોર્મેટને ન્યાય આપવા અહીં ફક્ત 101 વિશ્ચવિખ્યાત ભારતીયોનો પરિચય કરાવાયો છે. આ 101 વ્યક્તિત્વો જ વિશ્ચપ્રસિદ્ધ છે, એવું માનવાને કોઇ કારણ નથી. જુદા જુદા ઇતિહાસકારો અને વિદ્વાનોએ ભારતના મહામાનવો પર લખેલાં પુસ્તકોનો અભ્યાસ કરી આ યાદી બનાવેલી છે.
101 વિશ્ચવિખ્યાત ભારતીયોની આ યાદી ભલે સપૂર્ણ ન ગણી શકાય, પરંતુ આ યાદીમાં એવા તમામ નામો છે જેની જાણકારી ભારતમાં જન્મેલા દરેક વ્યક્તિને હોવી જ જોઇએ. આ પુસ્તકમાં તમામ ક્ષેત્રની વિભૂતિઓનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે.
આ પુસ્તકમાંથી પસાર થવાથી છેલ્લા 2500 વર્ષના ભારતના રાજકીય, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસની ઝાંખી મળી રહે છે. તો આવો કરીએ ભારતના મહાન સપૂતોનું મહિમાગાન, જેમના થકી વિશ્ચની પ્રાચીનતમ સંસ્કૃતિ આજે પણ અડીખમ છે.
Reviews
There are no reviews yet.