Description
‘બોલે એના બોર વેચાય’ એ કહેવત આજના યુગમાં કદમ સચોટ છે. આજના યુગમાં પબ્લિક સ્પીકિંગ ફક્ત સ્પર્ધાઓ કે શાળા, કોલેજ પુરતું સીમિત નથી. અભ્યાસ ઉપરાંત જીવન, કારકિર્દી અને સમાજમાં ડગલેને પગલે પોતાની જાતને વ્યક્ત કરવાની જરૂર પડે છે. અગાવ વકીલ, રાજકારણી અને શિક્ષકને જાહેરમાં બોલવાનું થતું પણ હવે તો દરેક વ્યવસાયમાં જાહેરમાં બોલતા ન આવડતું હોય તે પાછળ રહી જાય છે. જેમણે દુનિયામાં કરોડો લોકોને જાહેરમાં બોલતા શીખવ્યું છે તેવા લોકો તમને પબ્લિક સ્પીકિંગ શીખવે તો? જે લોકો પોતાની વાણી થઇ કરોડો લોકોને મોહિત કરી નાખે છે તે લોકો પોતાના સિક્રેટ્સ તમને જણાવી દે તો?
આ પુસ્તકમાં અંગ્રેજીમાં પબ્લિક સ્પીકિંગ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.
Reviews
There are no reviews yet.