Description
વિશ્વને બદલી નાખનાર 101 ગૅજેટ્સનું આ પુસ્તક અનેક રીતે અનોખું છે. ગૅજેટ્સ એટલે કોઈ ઇલેહ્રિટ્રક કે મિકૅનીકલ વસ્તુ જ હોય તે જરૂરી નથી. આપણે રોજબરોજના જીવનમાં જેનો ઉપયોગ કરીએ છીએ તે ટેપનો રોલ કે પછી સ્ટેપલર પણ ગૅજેટ જ છે. અને આપણે મોટાભાગનો સમય જેને રેઢો નથી મૂકતા એ મોબાઇલ ફોન પણ ગૅજેટ છે. આ પુસ્તકમાં આવા 101 ગૅજેટ્સની ચર્ચા કરવામાં આવી છે કે જેના કારણે માનવજીવનનો પ્રવાહ બદલાયો હોય.
આ પુસ્તકમાં રજૂ થયેલા 101 ગૅજેટ્સની યાદી અમેરિકાના વિખ્યાત Popular Mechanics નામના મેગેઝીને વિવિધ નિષ્ણાતોના મત લઈને તૈયાર કરેલી છે તો History Channel અને જગવિખ્યાત ‘ટાઇમ’ મેગેઝીને પણ આ યાદીને મત્તુ માર્યું છે માટે આ પુસ્તક માટે Popular Mechanicsની યાદીને જ અનુસરવામાં આવી છે. આ શ્રેણીનાં અન્ય પુસ્તકોની જેમ જ આ પુસ્તક માત્ર ભારતને જ નહીં સમગ્ર વિશ્વને બદલી નાખનાર ગૅજેટ્સની ચર્ચા કરે છે.
પુસ્તકમાં સામેલ બધા ગૅજેટ્સ હાલ ચલણમાં હોય તેવું પણ નથી. ઘણાબધા ગૅજેટ્સનો યુગ વીતી ગયો છે પરંતુ ‘‘એમનો પણ એક જમાનો હતો’’ એ યાદ કરવા અને આજના ગૅજેટ્સમાં તેની ભૂમિકાની સમજ મળી રહે તે માટે હાલ ચલણમાં ન હોય તેવા કેટલાક ગૅજેટ્સની પણ આ પુસ્તકમાં ચર્ચા કરવામાં આવી છે.
Reviews
There are no reviews yet.