સફળતાનો ભાગવત પથ

સફળતાનો ભાગવત પથ

200.00

Category:

Description

ઇ.સ. 1977થી નિરંતર, સમગ્ર વિશ્વમાં 800થી વધુ ભાગવત કથા, રામ કથા અને ગીતા જ્ઞાન કથાઓના માધ્યમે પૂજ્ય ભાઇશ્રીએ કરોડો લોકોના હૃદયમંદિરમાં ભાવપ્રતિષ્ઠા કરી છે. રામ અને કૃષ્ણના મહિમાગાનની સાથે પૂજ્ય ભાઇશ્રીએ સહજ રીતે જીવન જીવવાની અનોખી કળાનું સચોટ માર્ગદર્શન પણ આપ્યું છે. આજના યુવાનો સુખ, શાંતિ, સજ્જતા અને સફળતાની પ્રેરણા મેળવવા માટે ‘રોલ મોડેલ’ શોધે છે, માર્ગદર્શન મેળવવા માટે વિદેશી લેખકોના મોટિવેશનલ પુસ્તકો વાંચે છે, ત્યારે પ્રસ્તુત છે દિવ્યતાથી સભર માર્ગદર્શન અને પ્રેરણા, જે દરેક વ્યક્તિને જીવવાના દરેક તબક્કે ઉપકારક નીવડશે.