Description
101 વિશ્વવિખ્યાત બિઝનેસમેનનું આ પુસ્તક માત્ર વિશ્વના માલેતુજારોનું પુસ્તક નથી પરંતુ ધંધા કે ઉદ્યોગને નવી દિશા આપનાર ઉદ્યોગ સાહસિકોને આ પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યાં છે. બ્રિટનમાં ઔદ્યગિક ક્રાંતિ સાથે આધુનિક અર્થતંત્રનો પ્રારંભ થયો તેમ કહેવાય છે, તો આધુનિક ઉદ્યોગ સાહસિકોના યુગની શરૂઆત આજથી 270 વર્ષ પહેલા થઇ હોવાનું માનવામાં આવે છે. માટે આ પુસ્તકમાં ધરતી ઉપર છેલ્લા 270 વર્ષોમાં થઇ ગયેલા તમામ મહત્ત્વપૂર્ણ ઉદ્યમીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં 101 ધનકુબેરોની યાદી બનાવવામાં સંપત્તિના પ્રમાણ ઉપરાંત આર્થિક અને વ્યવસાયિક ક્ષેત્રે જે તે વ્યક્તિના પ્રદાનને પણ ધ્યાનમાં લીધું છે. આ પુસ્તકમાં સ્ટીલથી માંડીને સોફ્ટવેર સુધીના ઉદ્યોગના સાહસિકોને સમાવાયા છે.
આજે માનવજાત પાસે સુખ અને સમૃદ્ધિના જે કોઈ સાધનો અને સુવિધાઓ છે, તે તમામ આ સાહસિકોની દેન છે. કોઈ પણ ચીજ કે વસ્તુનો આવિષ્કાર ભલે લેબોરેટરીમાં થાય પણ તે ચીજ, વસ્તુ કે સેવાનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન અને વિતરણ કરવાનું કાર્ય ઉદ્યોગજગત કરે છે. આ પુસ્તક પર નજર ફેરવતા જ વાચકને ખ્યાલ આવી જશે કે મોટાભાગના ઉદ્યોગ સાહસિકોનો ઉદ્દેશ પૈસા કમાવાનો નહીં પણ સંસારમાં બદલાવ લાવવાનો હતો અને એટલા માટે જ તેઓ સફળ રહ્યા.
Reviews
There are no reviews yet.