Description
ચિંતકો અથવા તો ફિલૉસોફર. આ શબ્દ સામે આવતાં જ સામાન્ય વ્યહ્રિતને તો લાગે કે આ બધા કોઈ બીજી જ દુનિયાના માણસો હશે. લાંબી દાઢી, ઝ્રડી આંખો, લઘરવઘર પહેરવેશ અને ન સમજાય તેવી વાતો કરતા લોકો એટલે ચિંતકો તેવી સામાન્ય માન્યતા છે. પણ તે સાચી નથી.
હકીકતે આજે આપણે જે કંઈ છીએ, આજે માનવજાત પાસે જે કોઈ સુવિધા છે, જે કંઈ વ્યવસ્થા છે, જે કોઈ સાધનો છે અને સાથે જે કંઈ મર્યાદાઓ છે તે તમામ આ ચિંતકોની દેન છે. કોઈ પણ વસ્તુ, વાદ કે વ્યવસ્થા સૌથી પહેલાં કોઈના મનમાં વિચારના સ્વરૂપે જન્મી હોય છે. માણસ વિચારે છે એટલે જ તો એ માણસ છે; બાકી માણસ અને પશુઓમાં કોઈ ખાસ ફેર નથી અને એ ન્યાયે દરેક મનુષ્ય વિચારક કે ચિંતક જ છે પરંતુ અહી નોંધેલા 101 ચિંતકોનું પ્રદાન આપણા સૌ કરતાં થોડું વધુ છે. પુસ્તકનો અનુક્રમ જન્મના સમયગાળા મુજબ રાખ્યો છે એટલે કે પ્રાચીનથી અર્વાચીન મુજબનો ક્રમ છે.
ધર્મ, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃતિ, રાજકારણ, અર્થતંત્ર, કાનૂન અને વ્યવસ્થા જેવા જીવનના કોઈ પણ ક્ષેત્રને લઇ લો. આ ક્ષેત્રનો પાયો અને વિકાસ ચિંતકોનાં ચિંતન અને વિચારોને આધારે થયો છે. માટે જ જગતના શ્રેષ્ઠ ચિંતકોનો અભ્યાસ એ હકીકતે માનવજાતની પ્રગતિનો ઇતિહાસ છે. આપણા હાથમાં રહેલા પુસ્તકથી માંડી બાજુમાં રહેલો કે આપણા ખિસ્સામાં રહેલો મોબાઇલ ફોન સહિતની તમામ વસ્તુઓને મૂર્ત આકાર આપવામાં ચિંતકોના વિચારોએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. તો પ્રસ્તુત છે એક એવું પુસ્તક કે જેમાં જગતના અત્યાર સુધીના શ્રેષ્ઠ ચિંતકોના જીવન, કાર્યે અને વિચારોના માધ્યમે માનવવિકાસનો ઇતિહાસ રજૂ થયો છે. પુસ્તક ભલે ચિંતકોનું છે પણ બોરિંગ નથી તેની ગેરંટી!
Reviews
There are no reviews yet.