Description
*એમના માટે, જેમણે બધું જ વાંચી લેવું છે…*
તમે ક્યારેક લાઇબ્રેરીમાં, પુસ્તક મેળામાં, બુક સ્ટોરમાં કે પછી ઓનલાઇન પુસ્તકો સ્ક્રોલ કરતી વખતે વિચારતા હશો કે, ‘મારે આ પુસ્તક વાંચવું છે, પેલું પણ વાંચવું છે. અરે ! આ પુસ્તક અંગે તો મેં સાંભળ્યું હતું કે બહુ સરસ છે. લે! આ પુસ્તક પરથી બનેલી ફિલ્મ તો મેં જોઈ છે, પુસ્તકમાં શું હશે? યાર! લાયબ્રેરીના આ સેક્શનમાંથી બધું વાંચી લેવાનું મન છે, પણ…”
આ પુસ્તક શ્રેણી તમારા એ ‘પણ’નો ઉકેલ છે. આજના ઝડપી જમાનામાં, જ્યાં સમય એક અમૂલ્ય ખજાનો છે, તમારા હાથમાં હવે એક એવો ખજાનો છે જે તમારી મુશ્કેલીનું સમાધાન આપે છે. સદીઓથી લખાયેલી અમૂલ્ય કૃતિઓ તમારી રાહ જોઈ રહી હતી, પણ હવે તમારો એની સાથે મેળાપ થવાનો છે.
આ શ્રેણીના દરેક પુસ્તકમાં જે તે ‘જૉનર’ની વિશ્વની ટોપ 10 નવલકથાઓનું રસપ્રદ અને જીવંત પુનર્કથન કરવામાં આવ્યું છે. દરેક નવલકથાનો સાર આશરે દસ હજાર શબ્દોમાં રજૂ કરવામાં આવ્યો છે, જે તમને મૂળ કૃતિનો સંપૂર્ણ અને રસપ્રદ અનુભવ આપે છે.
Reviews
There are no reviews yet.