Description
સાહિત્યના રસિયા માટે ગોળનું ગાડું!
સાહિત્ય માટેનું સૌથી પ્રથમ નોબેલ પ્રાઈઝ ઈ.સ. 1901 આપવામાં આવ્યું, ત્યારથી આજ સુધી કુલ 121 લેખકોને નોબેલ પ્રાઈઝ મળ્યા છે; એમાંથી પાંચ ખંડોના 29 દેશોના 50 નોબેલ વિજેતા લેખકોની વાર્તાઓ આ સંગ્રહમાં સમાવાઈ છે. દુનિયાભરના મહાન સર્જકોની રચનાઓને સમજવાની, તેમના વિચારો અને કલાત્મક સૌંદર્યનો અનુભવ કરવાની અને તેમના દૃષ્ટિકોણને આત્મસાત કરવાની અમૂલ્ય તક આ પુસ્તક પૂરી પાડે છે.
આ પુસ્તક માત્ર વાર્તાઓનો સંગ્રહ નથી; એ માનવ સભ્યતાની સાંસ્કૃતિક યાત્રાનો દસ્તાવેજ છે, શબ્દોમાં વણાયેલું વિશ્વદર્શન છે, અને મનુષ્ય હૃદયની સદીઓની સંવેદનાઓનું સંગ્રહાલય છે. આ પુસ્તક દ્વારા વાચકો વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનો આસ્વાદ માણીને સાહિત્યની મજેદાર યાત્રાના પ્રવાસી બની શકશે.
Reviews
There are no reviews yet.